ગલવાન ખીણ પર ચીનના તેવર ઢીલા પડ્યા, પાછળ હટવા તૈયાર

લદાખ સરહદે ભારત અને ચીન  (India-China Standoff) તણાવ વચ્ચે એકવાર ફરીથી ગલવાન ખીણ (Galwan Valley) અને ગોગરા હોટ સ્પ્રિંગ (Gogra Hot Springs) પર શાંતિપૂર્ણ ઉકેલ માટે ચીન તૈયાર થઈ ગયું છે. 

ગલવાન ખીણ પર ચીનના તેવર ઢીલા પડ્યા, પાછળ હટવા તૈયાર

નવી દિલ્હી: લદાખ સરહદે ભારત અને ચીન  (India-China Standoff) તણાવ વચ્ચે એકવાર ફરીથી ગલવાન ખીણ (Galwan Valley) અને ગોગરા હોટ સ્પ્રિંગ (Gogra Hot Springs) પર શાંતિપૂર્ણ ઉકેલ માટે ચીન તૈયાર થઈ ગયું છે. બંને દેશો પૂર્વ લદાખના આ વિસ્તારમાંથી ધીરે ધીરે પ્રમાણિક ઢબે પોતાની સેનાઓ પાછળ હટાવશે. આ અગાઉ પણ બંને દેશો વચ્ચે થયેલી સૈન્ય વાર્તાઓ દરમિયાન પહેલાની સ્થિતિ પર પાછા ફરવાની સહમતિ બની હતી પરંતુ ત્યારે ચીનના સૈનિકો દ્વારા સમજૂતિનું પાલન ન થતા તણાવ ખુબ વધી ગયો. જેના પગલે 15મી જૂનના રોજ બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ પણ થયો જેમાં આપણા 20 સૈનિકો શહીદ થયા જો કે ભારતીય સેનાએ ચીનને પણ બરાબર પાઠ ભણાવ્યો હતો. 

સૂત્રોના જણાવ્યાં મુજબ ચીન શાંતિપૂર્ણ ઉકેલ માટે  તૈયાર થઈ ગયું છે પરંતુ પેન્ગોંગ ત્સો (ઝીલ)ને લઈને કોઈ સફળતા મળી નથી. બંને દેશોમાં આ વિસ્તારને લઈને જે ઘર્ષણ છે તેના પર હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. બુધવારે સત્તાવાર સૂત્રોએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે બંને પક્ષ ઝડપથી હાલના તણાવને ઓછો કરવા માંગે છે અને અહીંથી પાછળ હટવા પર રાજી છે. અત્રે જણાવવાનું કે સૈન્ય સ્તર પર ચાલેલી 12 કલાકની મેરાથોન મીટિંગ 6 જૂન બાદ બંને દેશો વચ્ચે થયેલી ત્રીજી મીટિંગ હતી. આ બેઠકમાં ભારત તરફથી 14 કોર્પ્સ કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ હરિન્દર સિંહ નેતૃત્વ કરી રહ્યાં હતાં. જ્યારે ચીન તરફથી દક્ષિણ શિનજિયાંગ મિલેટ્રી ડિસ્ટ્રિક્ટ ચીફ મેજર જનરલ લુઈ લિન વાતચીતમાં સામેલ થયા હતાં.

જુઓ LIVE TV 

જો કે આ એક લાંબી પ્રક્રિયા છે જેમાં અનેક ચીજોને પૂર્વવત કરવી પડશે. આ વખતે ભારત ચીનના પાછળ હટવાની દરેક હરકત પર ખુબ સાવધાની અને ચાંપતી નજર રાખી રહ્યું છે. 15 જૂનના રોજ પીપી 14 પર સંતોષબાબુ સહિત 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતાં ચીની સેના દ્વારા ભારતના સૈનિકો પર થયેલા હુમલા બાદ ડ્રેગનની કોઈ પણ વાત પર ભારત સરળતાથી વિશ્વાસ કરે તેમ નથી. હુમલાના પૂર્વયોજના બનાવી બેઠેલા ચીનના આ દગાથી ભારતીય સેનાના જાબાંઝ જવાનોએ જીવ ગુમાવ્યાં. આ સંઘર્ષમાં ચીનને પણ ખુબ નુકસાન થયું જો કે ચીને હજુ સુધી તેના નુકસાનની સંખ્યા જણાવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news